આજ રોજ તારીખ ૧૫/૦૯/૨૦૨૨ ના હળવદ તાલુકા ના શીરોઈ ગામ ના સગર્ભા માતા ને પ્રસૂતિ નો દુખાવો ઉપડતા હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે લાવવા માં આવતા હતા એ દરમિયાન હોસ્પિટલ કેમ્પસ માં પહોંચતા ની સાથે અતિશય દુખાવો થતાં હોસ્પિટલ કેમ્પસ માં બૂમો પાડતા એ સાંભળી ને હળવદ સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા સિનિયર મિડવાઇફરી ઓફિસર ઉવેશ સુમરા તાત્કાલિક ઓટો રિક્ષા પાસે જઈ ને તપાસ કરતા દુખાવો વધારે હતો અને બાળક ના માથા નો ભાગ આવી ગયો હતો એટલે ઉવેશ સુમરા એ હોસ્પિટલ કેમ્પસ માં ઓટો રિક્ષા માં જ સગર્ભા માતા ની નોર્મલ ડિલિવરી કરાવી ડિલિવરી દરમ્યાન જાણવા મળ્યું કે માતા ના ઉદર માં ૨ બાળક છે આમ બન્ને બાળકો ની નોર્મલ ડિલિવરી કરાવી અત્યારે બાળક અને માતા ની તબિયત તંદુરસ્ત છે આમ માતા અને તેમના સગા એ હળવદ હોસ્પિટલ ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ