75 કરોડના ખર્ચે થઇ રહી છે કામગીરી: પહેલા ફેસનું 90
ટકા, બીજા ફેસનું 80 ટકા કામ થયું
જોકે, હજુ કેટલુંક કામ બાકી છે પરંતુ માથે
વિધાનસભાની ચૂંટણી હોય ચૂંટણી પહેલા લોકાર્પણ
કરવાની સરકારની તૈયારી
જૂનાગઢ| જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટ 1 મહિનામાં
ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યકત થઇ રહી છે. ખાસ કરીને
75 કરોડ રૂપિયાના ખર્ચે ઉપરકોટનું રિનોવેશન કરવામાં
આવી રહ્યું છે. કુલ 2 ફેસમાં કામગીરી હાથ ધરાઇ છે. આમાં
પહેલા ફેસનું 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. જ્યારે બીજા
ફેસનું 80 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. આમ, 100 ટકા
કામગીરી પૂરી થઇ નથી. પરંતુ માથે વિધાનસભાની ચૂંટણી
હોય ચૂંટણી યોજાય તે પહેલા ઉપરકોટનું લોકાર્પણ કરી તેને
ખુલ્લો મુકવાની સરકારની તૈયારી હોવાનું સૂત્રોમાંથી જાણવા
મળી રહ્યું છે. ત્યારે હવે કોઇ નવું વિઘ્ન ન આવે તો એકાદ
મહિનામાં જ નવા રંગરૂપ સાથેના ઉપરકોટને લોકો નિહાળી
શકશે.
પેલા ફેસમાં 90 ટકા કામગીરી
પ્રથમ ફેસમાં સ્ટ્રકચરને લઇને 90 ટકા કામગીરી કરવામાં
આવી છે.આમાં રાણકદેવીનો મહેલ, એન્ટ્રી ગેઇટ, ઇન્ટર્નલ
ટાવર, આઉટલેટ ટાવર, દિવાલોના કામ તેમજ અડીવાવનો
સમાવેશ થાય છે.બીજા ફેસનું 80 ટકા કામ પૂર્ણ
બીજા ફેસમાં લશ્કરી વાવ, કડીવાવ, લાઇટ એન્ડ સાઉન્ડ
શો,ગાર્ડન એરિયા અને સાઇકલ ટ્રેક વગેરેની કામગીરીનો
સમાવેશ થયો છે.
125 પ્રવાસીઓ બેસીને જોઇ શકશે
ઉપરકોટમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ કરવામાં આવશે.
હાલમાં તેની કામગીરી પૂર જોશમાં કરવામાં આવી રહી છે.
રાણકદેવીના મહેલની દિવાલ પર લેસર શો વડે ઉપરકોટનો
ઇતિહાસ બતાવાશે.અંદાજે 20 થી 25 મિનીટનો આ લેસર
શો હશે. એકીસાથે 125 જેટલા પ્રવાસીઓ બેસીને લાઇટ
એન્ડ સાઉન્ડ શો નિહાળી શકશે.
2020ના કોરોના સમયે કામ શરૂ થયું હતું
કુલ 75 કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી થઇ રહી છે.
વર્ષ 2020માં કોરોનાના લોકડાઉન સમયે આ કામગીરી શરૂ
કરાઇ હતી. તસવીર: મેહુલ ચોટલીયા
10 ટકામાં ઇલેકટ્રીક કામગીરી બાકી
પ્રથમ અને બીજા ફેસમાં કન્સ્ટ્રકશનની કામગીરી લગભગ
પૂર્ણ થવાની તૈયારીમાં છે. હવે 10 ટકા બાકી કામગીરીમાં
ઇલેકટ્રીક ફિટીંગનું કામ બાકી રહ્યું છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ