આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પોષણ
માસ-૨૦૨૨ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા ના
20 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિતે આરોગ્ય
વિભાગના સહયોગથી દોલતપરા અર્બન હેલ્થ સેન્ટર
ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કિશન પરસાનિયા દ્વારા
સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં
આવેલ છે. મેડિકલ ઓફિસરશ્રી ડો. ધ્રુવ પોંકીયા,
ડો. મોનીકા ધોળકિયા, RBSK મેડિકલ ઓફિસરશ્રી
ડો. વસીમ માહિડા અને ડો. ભવિષા દ્વારા સર્વ
રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે માન. મેયરશ્રી ગીતાબેન પરમાર, માન.
મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી રાજેશ તન્ના, માન.
સ્થાયી સમિતિના ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા,
માન. શાસક પક્ષના નેતાશ્રી કિરીટભાઈ ભીંભા, માન.
નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ક્રિષ્નાબેન તેમજ
પલ્લવી બહેન ઠાકર સહિતના પદાધિકારીશ્રીઓ અને
અધિકારીશ્રીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના
વિવિધ શાખાના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત
રહેલ છે. આ સાથે જ દોલતપરા-૪ આંગણવાડી કેન્દ્ર
ખાતે ટી.એચ.આર. માંથી બનતી વિવિધ વાનગીનું
નિદર્શન પણ યોજવામાં આવેલ છે. માન. મેયર
મેડમશ્રી ગીતાબેન પરમાર દ્વારા જૂનાગઢ મનપાના
20 માં સ્થાપના દિવસ નિમિત્તે શુભકામનો આપવામાં
આવેલ. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. શાખા, મ.ન.પા.
જુનાગઢના પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા પોષણ અને
આરોગ્ય તેમજ ટી.એચ.આર.ના નિયમિત ઉપયોગ વિશે
સમજ આપેલ છે. આમ, આઇ.સી.ડી.એસ.શાખા અને
આરોગ્ય શાખા, મ.ન.પા.જુનાગઢના સંયુકત ઉપક્રમે
સમગ્ર ઉજવણીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં
આવેલ.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ