બનાસકાંઠા ભુસ્તર વિભાગ એ ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો સામે લાલઆંખ કરી કરોડો ની ખનીજ ચોરી ઝડપી પાડી છે. જિલ્લા માંથી અલગ અલગ જગ્યાએથી 20 રેતી ના ડમ્પર અને બે હિટાચી મશીન કબ્જે કરી મેગા ઓપરેશન પાર પાડ્યું હતું..
બનાસકાંઠા જિલ્લા માંથી પસાર થતી બનાસનદી માંથી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ને લઈને ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહ દ્વારા કડક કાર્યવાહી કરવા ભુસ્તર વિભાગ ની ટીમ ને આદેશ આપતા ખાનગી અને સરકારી વાહનો માં સતત ગેરકાયદેસર ખનીજ ચોરી પર વોચ રાખતા કાંકરેજ ના જામપુર માંથી 15 ડમ્પર અને એક હિટાચી મશીન મોડી રાત્રે ઝડપી પાડેલ.અને રૂ ત્રણ કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ. ત્યારે ભુસ્તર વિભાગ ની એક ટીમ ખાનગી કેમ્પર ગાડી લઈને ડીસા ના સોડાપુર પાસે નદી માં ઓચિતિ રેડ કરતા એક ડમ્પર અને હિટાચી મશીન ગેરકાયદેસર ખનન કરતા ઝડપી પાડેલ અને રૂ એક કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ જયારે સોમવારે વહેલી સવારે ખાનગી કાર માં ધાનેરા રોડ પર વોચ ગોઠવી કંસારી પાસે તપાસ કરતા ચાર ડમ્પર સાદી રેતી ભરેલા ઝડપી પાડયે જેનો રૂ. 2.10 કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ . આમ એક રાત્રિ અને બીજા દિવસ એ વહેલી સવારે આમ બાર કલાક માં મેગા ઓપરેશન હાથ ધરી 20 ડમ્પર અને બે હિટાચી મશીન કબ્જે કરી રૂ 5.10કરોડની ખનીજ ચોરી ઝડપી પાડેલ અને મુદ્દામાલ કબ્જે કરી દંડનીય કાર્યવાહી હાથ ઘરેલ.
આ બાબતે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિત સિંહ એ જણાવ્યું હતું કે ખનીજ ચોરી અટકાવવા અને સરકારી તિજોરી માં આવક આવે જૅ માટે અમારી સૂચના મુજબ ટિમો કામ કરી રહી છે ક્યાંક ખાનગી વાહનો નો પણ ઉપયોગ કરીએ છીએ તો ક્યાંક સરકારી ગાડીનો ઉપયોગ કરીએ છીએ. અને અમારી બે ટિમો એ બે દિવસ અને રાત્રી દરમ્યાન જીવના જોખમે રેતી ચોરી કરતા ડમ્પરો અને હિટાચી મશીન ઝડપી કબ્જે કરેલ છે અને હવે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે