સમી ભારત હાસ્કુલ માં નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઇનનો પ્રોગ્રામ યોજાયો
29 મી સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન ગુજરાત રાજ્યમાં નેશનલ ગેમ્સનું આ,યોજન કરવામાં આવેલ છે, જેમાં જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવેલ છે. આના ભાગ સ્વરૂપે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી, શાળામાં રમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઇન પ્રોગ્રામ સરકારી કોલેજ સમીના યજમાન પદે યોજાયો. જેમાં કોચશ્રી અને જિલ્લા, રાજ્ય, નેશનલ કક્ષાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યોગ, કુસ્તી, ફેન્સીંગ, ટેકવોન્ડો રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં સમીની જુદી જુદી શાળાઓ અને કોલેજમાંથી 50થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો.
ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રી આર. બી. અન્સારી પ્રાંત સાહેબ સમી, શ્રી જયરામભાઈ નાડોદા ટીપીઓ સમી, શ્રી બાબુજી ઠાકોર સદસ્ય શ્રી જિલ્લા પંચાયત પાટણ, શ્રી બાબુજી ઠાકોર વાઘપુરા સદસ્ય શ્રી જિલ્લા પંચાયત પાટણ, ડૉ. પી. એસ. પટેલ આચાર્યશ્રી સરકારી કોલેજ સમી, શ્રી દશરથભાઈ ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ સમી, કોચશ્રીઓ, સમીની તમામ શાળાના આચાર્યશ્રી વ્યાયામ શિક્ષક અને વિષય શિક્ષક મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સહાયક બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન પ્રાન્ત સરના માર્ગદર્શનથી ડૉ. જાગૃતીબેન પ્રજાપતિ અને સંજયભાઈ ઠાકોરે કર્યું હતું અને આભાર વિધિ ઘનશ્યામસિંહ વાઘેલાએ કરી હતી