સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોમાં ચોરીના બનાવો તો બને છે પરંતુ જાહેર માર્ગો ઉપર મૂકવામાં આવેલ વસ્તુઓની પણ કોઈ સલામતી ન હોવાનું બહાર આવ્યું છે ત્યારે વઢવાણ તાલુકાના ફૂલ ગ્રામ ગામની પાસે પાર્કિંગમાં ડમ્પર પાર્ક કરેલ હતું. જ્યાંથી કોઈ રાત્રિના સમયે ડમ્પર ચોરી કરી અને લઈ જવાની ઘટના સામે આવી છે જેમાં ત્રણ લાખની કિંમતના ડમ્પરની ચોરી થતા તેના માલિકે જોરાવર નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને હાલમાં સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામની પાસે મહિપતસિંહ મનસુખભાઈના પાર્કિંગમાં ડમ્પર પાર્ક કરી અને ગયા બાદ કોઈ આ ડમ્પરની ચોરી કરી અને લઈ ગયું હોવાની હાલમાં ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે (ડમ્પર નં. જીજે 13 એડબલ્યુ 4480) 3,00,000 ની કિંમતનું ડમ્પર ચોરી થઈ હોવાની ફરિયાદ બલભદ્રસિંહ દ્વારા નગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. હાલમાં તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.