જૂનાગઢ મહાનગપાલિકાનાં 20 સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

મહિલાઓની આરોગ્ય તપાસ સાથે વાનગી નિર્દેશનનો કાર્યક્રમ યોજાયો.

 

સાગર નિર્મળ

જૂનાગઢ

15/09/2022

જુનાગઢ મહાનગરપાલીકા ધ્વારા પોષણ માસ-૨૦૨૨ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના 20 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જૂનાગઢમાં સંકલિત બાળ વિકાસ યોજનાના પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના ભાગ રુપે આરોગ્ય કેમ્પ તથા વિવિધ વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પોષણ માસ-૨૦૨૨ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના 20 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિતે આરોગ્ય વિભાગના સહયોગથી દોલતપરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કિશન પરસાનિયા દ્વારા સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવેલ. મેડિકલ ઓફિસર ડો. ધ્રુવ પોંકીયા, ડો. મોનીકા ધોળકિયા, RBSK મેડિકલ ઓફિસર ડો. વસીમ માહિડા અને ડો. ભવિષા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જૂનાગઢ મહાનગપાલિકાના મેયર ગીતાબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર કીર્તિબેન વાઘેલા તેમજ આરોગ્ય સમિતિના પલ્લવીબેન ઠાકર સહિતના પદાધિકારીશ્રીઓ અને વિવિધ શાખાના અધિકારીશ્રીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ શાખાના કર્મચારીશ્રીઓ પણ ઉપસ્થિત રહેલ હતા 

 દોલતપરા-૪ આંગણવાડી કેન્દ્ર ખાતે બહોળી સંખ્યામાં સગર્ભાબહેનો, ધાત્રીમાતાઓ, અને આંગણવાડી કાર્યકર બહેનો તેમજ મુખ્યસેવીકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટી.એચ.આર. બાલ શક્તિ, માતૃ શક્તિ તેમજ પૂર્ણા શક્તિ અને ફોર્ટિફાઇડ આટો અને ફોર્ટિફાઇડ ચોખા માંથી બનતી વિવિધ વાનગીનું નિદર્શન પણ યોજવામાં આવેલ હતું. મેયરશ્રી ગીતાબેન પરમાર દ્વારા જૂનાગઢ મનપાના 20 માં સ્થાપના દિવસ નિમિત્તે શુભકામનો આપવામાં આવેલ. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. શાખા, મ.ન.પા. જુનાગઢના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબહેન દવે દ્વારા પોષણ અને આરોગ્ય તેમજ ટી.એચ.આર. દ્વારા વાનગીઓ બનાવી નિયમિત ઉપયોગ કેવી રીતે કરવો તેની માહીતી આપવામાં આવી હતી.

જૂનાગઢ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ગીતાબહેન વણપરિયા દ્વારા યોજનાકીય લાભ તમામ લાભાર્થી સુધી પહોંચે તે માટે માહીતી આપી હતી. આઇ.સી.ડી.એસ.શાખા અને આરોગ્ય શાખા, મ.ન.પા.જુનાગઢના સંયુકત ઉપક્રમે સમગ્ર ઉજવણીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હોવાનું મુદ્રિકાબહેન પરમાર દ્વારા જણાવવામા આવ્યું હતું.