આમ આદમી પાર્ટીએ પ્રદેશ કક્ષાથી લઈને વિધાનસભા કક્ષા સુધીના ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરોની નિમણૂક કરી
’આપ’ દ્વારા 182 વિધાનસભાના ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરની યાદી જાહેર કરવામાં આવી
‘આપ’ પ્રદેશ કક્ષાએ હરીશભાઈ કોઠારી, જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, એમ.એમ.શેખ સાહેબ, એડવોકેટ પ્રણવ ઠક્કરને પ્રદેશ ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટર રૂપે જવાબદારી આપવામાં આવી છે તેવું ગોપાલ ઇટાલિયાએ આજે તેમની પ્રેસ કોંફ્રેન્સમાં જણાવ્યું હતું. વધુ જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ વાળા ઇલેક્શન કમિશન સાથે કંઈ ગડબડ કરી શકે છે, એટલા માટે ઇલેક્શન કમિશનમાં પણ આમ આદમી પાર્ટી હવે હાજર રહેશે.
ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું કે, ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરનું મુખ્ય કામ ચૂંટણી અધિકારી જોડે સંકલન રાખી ચૂંટણી લક્ષી પ્રક્રિયાઓ માટે આમ આદમી પાર્ટીના પ્રતિનિધી તરીકે ફરજ બજાવવાનું રહેશે. ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના કામો અને આમ આદમી પાર્ટીના વિચારો લોકો સુધી પહોંચી રહ્યા છે. ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનમાં ખૂબ સારી રીતે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપના લોકો જ્યાં આમ આદમી પાર્ટીના ગેરંટી રજીસ્ટ્રેશનની કેનોપી લગાવેલી હોય, ત્યાં જઈને ગુંડાગીર્દી, મારામારી અને હાથાપાઈ કરે છે. ભાજપના લોકો હવે ડરવા લાગ્યા છે કેમકે ઈમાનદાર આમ આદમી પાર્ટી આવી ગઈ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસે ને દિવસે વધુ મજબૂત બનતી જાય છે. ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના કામો અને આમ આદમી પાર્ટીના વિચારો લોકો સુધી પહોંચી રહ્યા છે. ખૂબ સારી રીતે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપ આમ આદમી પાર્ટીના વધતા ગ્રાફથી ખૂબ ડરી ગઈ છે અને બોખલાઈ ગઈ છે. એટલા માટે ભાજપના લોકો જ્યાં આમ આદમી પાર્ટીના ગેરંટી રજીસ્ટ્રેશનની કેનોપી લગાવેલી હોય છે ત્યાં જઈને ગુંડાગીર્દી કરે છે, મારામારી કરે છે, હાથાપાઈ કરે છે. ભાજપના લોકો હવે ડરવા લાગ્યા છે કેમકે ઈમાનદાર આમ આદમી પાર્ટી આવી ગઈ છે.
અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનની ચાર અલગ અલગ યાદી બહાર પાડવામાં આવી હતી. ત્યારપછી ઉમેદવારોની યાદી બહાર પાડી અને વિધાનસભા લેવલે આમ આદમી પાર્ટીની કામગીરી મજબૂત થાય એવું પગલું ભરવામાં આવ્યું. આજે વધુ એક નવી નિમણૂકો આમ આદમી પાર્ટી તરફથી થઈ રહી છે. જેવી રીતે ચૂંટણી લડવા માટે તમામ પ્રકારની વ્યવસ્થાની જરૂર પડે, ગ્રાઉન્ડ ઉપર એક્ટિવિટીની પણ જરૂર પડે, સોશિયલ મીડિયાની પણ જરૂર પડે, મીડિયાની પણ જરૂર પડે, એવી જ રીતે ઇલેક્શન કમિશન સાથે કમ્યુનિકેશન કરવાની પણ જરૂર પડતી હોય છે.
એટલા માટે પ્રદેશ કક્ષાથી લઈને વિધાનસભા કક્ષા સુધી ચૂંટણી પંચે નિયુક્ત કરેલા અધિકારીઓ સાથે કમ્યુનિકેશન કરી શકાય, પત્ર વ્યવહાર કરી શકાય, ચૂંટણી પહેલા ચાલતી જે પણ ચૂંટણી લક્ષી સરકારી પ્રક્રિયાઓ છે જેમ કે ઇવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હોય, ઇવીએમનું ટ્રાન્સપોર્ટેશન હોય, ઇવીએમનું સ્ટ્રોંગ રૂમનું ચેકિંગ હોય, બુથ મેપિંગ હોય, બુથની વલ્નરેબિલીટી નક્કી કરવાની પ્રોસેસ હોય, સર્વ પક્ષીય ચૂંટણી પક્ષની મિટિંગો હોય તે સ્થાનિક કક્ષાએ હોય કે પ્રદેશ કક્ષાએ હોય, આ બધા માટે એક વ્યવસ્થિત માળખાની જરૂર હતી એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશન સાથે જે કંઈ પણ કામ હશે હવે તેઓ તે સંભાળશે.
પ્રદેશ કક્ષાએ હરીશભાઈ કોઠારી, જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, એમ.એમ.શેખ સાહેબ, એડવોકેટ પ્રણવ ઠક્કર આમ આ ચાર લોકોને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટર રૂપે નિમણૂક કરવામાં આવ્યા છે. અને સાથે જ ગુજરાતની 182 વિધાનસભા છે, તે દરેક વિધાનસભાના આમ આદમી પાર્ટી ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટર નિમણૂક કરવામાં આવ્યા છે.
ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરનું મુખ્ય કામ ચૂંટણી અધિકારી જોડે સંકલન રાખી જે કંઈ પણ ચૂંટણી લક્ષી પ્રક્રિયાઓ વિધાનસભા લેવલે કે પ્રદેશ લેવલે થઈ રહી છે. તે તમામ પ્રક્રિયાઓ માટે આમ આદમી પાર્ટી વતી હાજરી આપી, આમ આદમી પાર્ટીના પ્રતિનિધી તરીકે મિટિંગમાં ભાગ લેવો, મતદાર યાદી હોય, મતદાર યાદીમાં સુધારણાના કામો હોય, આ તમામ બાબતો માટે આમ આદમી પાર્ટીના પ્રતિનિધી તરીકે આજે જે પ્રદેશ કક્ષાએ ચાર લોકોને નિમણૂક કર્યા છે અને 182 વિધાનસભાના કો-ઓર્ડીનેટરો નિમણૂક કર્યા છે તે પોતાની ફરજ બજાવશે. કારણ કે જો ફક્ત ગ્રાઉન્ડ પર મહેનત કરતા રહીએ, સોશિયલ મીડિયામાં પણ વાત પહોંચાડતા રહીયે, પરંતુ જો ઇલેક્શન કમિશન કામ કરે છે તેના પર ધ્યાન ના આપીએ તો ભાજપ વાળા ઇલેક્શન કમિશન સાથે કંઈ ગડબડ કરી શકે છે, એટલા માટે ઇલેક્શન કમિશનમાં પણ આમ આદમી પાર્ટી હવે હાજર રહેશે