યાત્રાધામ અંબાજીથી દર્શન કરી પાલનપુર તાલુકાના જગાણા ગામે તીર્થના દર્શન કરવા પહેલા અમદાવાદના ગૃહસ્થનું હાઇવે ઉપર ગાડીની ટક્કરે મોત થયું હતું. આ અંગે ડીસાના ગાડી ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ આદર્શ નગરમાં રહેતા ભરતભાઈ શાહ (ઉ.વ.67) ગત તા.17ના રોજ પરિવાર સાથે અંબાજી ખાતે દર્શને આવ્યા હતા અને સાંજે પરત ફરતી વખતે પાલનપુર તાલુકાના જગાણા તીર્થ સ્થાને રોકાયા હતા. જેઓ રાત્રીના આઠ વાગે હાઇવે પર પસાર થઇ રહ્યા હતા.

તે દરમિયાન કાણોદર તરફથી પૂરઝડપે આવી રહેલી ગાડીના ચાલક જિગ્નેશ સુરેશભાઈ ઠક્કરે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરી રાહદારી વૃદ્ધને ટક્કર મારતાં તેમને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને અમદાવાદની સોલા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા મૃતકના પુત્રે અકસ્માત સર્જનાર ડીસાના ગાડી ચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.