જૂનાગઢ ડિવીઝન ઓફિસથી પરિપત્ર થયા 'ને 1 વર્ષ

વિતી ગયું છતાં મુસાફરોને કરવી પડે છે આજીજી

કેશોદ પંથકના માણેકવાડા ગામે માલબાપાનું પૌરાણિક મંદિર

આવેલું હોય ભાવિકો દર્શનાર્થે આવતાં હોય છે. તેમજ

છાત્રો, લોકો ધંધારોજગારને લઈ રાજકોટ, અમદાવાદ,

જૂનાગઢ જતાં હોય છે. પરંતુ રાત્રીના સમયે કોઈ લોકલ

એસટી બસ ન હોય જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો

પડતો હતો. જેથી જૂનાગઢ વિભાગીય કચેરીને લેખિતમાં

રજૂઆત કરાઈ હતી. જે ધ્યાને લઇ તુરંત જ પરિપત્ર જાહેર

કરી માણેકવાડાથી પસાર થતી તમામ લોકલ, એક્સપ્રેસ

બસને સ્ટોપ અપાયો હતો. જેથી લોકોમાં રાહત પ્રસરી હતી. જો કે હજુ અનેક એક્સપ્રેસ બસમાં સ્ટોપ ન નાંખ્યા

હોય મુસાફરો, કંડકટર વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. ત્યારે

જ ઊના-રાજકોટ રૂટની બસમાં જૂનાગઢ ડેપો પરથી એક

મુસાફર બસમાં બેસવા જતા હતા. જો કે ફરજ પરના

કંડક્ટરે કહ્યું હતું કે ત્યાં સ્ટોપ નથી.આમાં કંડકટર પણ

સાચા છે. કારણ કે કચેરીમાંથી મશીનમાં સ્ટોપ એડ ન કરાયો

હોય તો એ પણ શું કરી શકે. આ પ્રશ્ને ડેપો મેનેજર ને પણ

રજૂઆત કરી હતી. તેમને કહ્યું હતું કે હા સ્ટોપ છે જ ફરી

કંડક્ટરે ના પાડી તો કહ્યું હતું કે ચાલો કાલે જોવડાવી લવ

છું. અને સ્ટોપ નંખાવી દઈશ. તેમ જણાવ્યું હતું.

ઘર્ષણથી ફાયદો શું..?

પરિપત્ર છે અને સ્ટોપ અપાયો જ છે તો ટિકિટ મશીનમાં કેમ

સ્ટોપ એડ નથી થતો જેમના લીધે જ અનેક બસમાં મુસાફર

અને ફરજ પરના ડ્રાંઈવર,કંડકટર વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું

છે.જેથી ફાયદો શુ એ પણ એક સવાલ છે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ