વાંકાનેર: જડેશ્વર રોડ પર રાત્રે વિજપોલ પડ્યો ને આખી રાત પડયો જ રહયો !
વાંકાનેર: ગત રાત્રે આવેલ વરસાદમાં પવનના કારણે જડેશ્વર રોડ પર વિજપોલ રસ્તા પર પડી ગયો હતો જે આખી રાત તેમને તેમ પડ્યો રહ્યો હતો. Pgvclને આ ઘટનાની જાણ નહિ હોય કે પછી ટાઢોળામાં બહાર નીકળવાનું મન ન થયું.
જડેશ્વર રોડ પર જસદણ સીરામિક્સની સામેની સાઈડમાં આવેલ વાડીના સેઢે આવેલ લીમડાનું ઝાડ તાર ઉપર પડતા આ વિજપોલ પડી ગયો હતો જે આખી રાત આમને આમ પડ્યો રહ્યો, તેમને હટાવવાની pgvcl એ તસ્દી ન લીધી. આ પોલ રોડ પર વણાંક પર હોવાથી એક્સિડન્ટ થઈ શકે તેમ છે. જો કે એક્સિડન્ટ ન થયું એટલે શું pgvcl એક્સિડન્ટ થવાની રાહ જોઈ રહ્યું છે. આમ pgvcl ની ધોર બેદરકારી સામે આવી છે. પણ થાય શુ ? વાંકાનેરનું નેતૃત્વને હજુ બોલતા શીખવાનું બાકી છે…!!!