અમદાવાદ
શહેરના જુહાપુરામાં કુખ્યાત કાલુ ગરદન ગેંગ પર હવે ક્રાઇમ બ્રાન્ચે ગાળીઓ કસવાનું શરૂ કરી દીધું છે. ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત કાલુ ગરદન ગેંગના 4 શખ્સોને ઝડપી લીધા હતા.ઉલ્લેખનીય છે આ ગેંગ હત્યા, લૂંટ, ફાયરિંગ જેવા અનેક ગંભીર ગુનાઓ આચરી લોકોમાં ડરનો માહોલ પેદા કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જોકે ક્રાઇમ બ્રાન્ચે ગેંગની કમર તોડી નાખવાનું નક્કી કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે.શહેરના જુહાપુરા વિસ્તારમાં બે ગેંગ પોતાનો આતંક મચાવી રહી હતી.જેને પગલે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ એક્ટિવ થઈ ગેંગનો સફાયો બોલાવવાનું મન મનાવી લીધું હતું.જુહાપુરામાં એક ગેંગ કાલુ ગરદન અને બીજી ગેંગ મુશિર કુરેશીની છે. બન્ને ગેંગના લોકો એક બીજા પર હુમલો કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ શહેર પોલીસે બંને ગેંગનું વર્ચસ્વ પૂરું કરી નાખ્યું અને વિસ્તારમાં શાંતિ અને સલામતીનો અહેસાસ લોકોને કરાવી દીધો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાલુ ગરદન ગેંગની ધરપકડ કરી લીધી છે ઉપરાંત મુશિરની ગેંગનો સફાયો કરવાનો તખ્તો ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુનાહ નિવારણ શાખાએ ઘડી નાંખ્યો છે.મહત્વનું છે વેજલપુર અને સરખેજ વિસ્તારમાં હતો જેમાં હત્યા, લૂંટ, ફાયરિંગ જેવા અનેક ગંભીર ગુનાઓ આ ગેંગના સભ્યો દ્વારા આચરવામાં આવ્યા હતા.શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમાંયતરે આવી અનેક ગેંગની કમર તોડી નાખવામાં આવી હતી.