વાંકાનેર: મચ્છુ-૧ ડેમ માત્ર અડધો ફૂટ ખાલી, સાંજ સુધીમાં ઓવરફ્લો થઈ શકે છે.
વાંકાનેર : છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ભાદર જેવો મહાકાય ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. ત્યારે વાંકાનેરના લોકોની સતત પુચ્છા થતી રહી મચ્છુ-૧ ડેમ કેટલો ભરાયો ?
આજે સવારે 9 વાગ્યે મચ્છુ-૧ ડેમની માહિતી લેતા માહિતી મળી કે રાત્રે ઉપરવાસમાં વરસાદ સારો હોવાથી ડેમમાં પાણીની સારી આવક થઈ છે. મચ્છુ-૧ ડેમની પાણીની સપાટી હાલ 48.60ની છે. મતલબ કે હવે મચ્છુ ડેમ માત્ર અડધો ફૂટ ખાલી છે. હાલમાં પણ પાણીની આવક ચાલુ હોવાથી સાંજ સુધીમાં ગમે ત્યારે ઓવેરફલો થવાની શક્યતા છે. જેથી નીચવાસના ગામોને સાવચેતી રાખવી…