બનાસકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી એક ગાડીમાંથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો છે. અમીરગઢ પોલીસને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ લાગતી ગાડીને પોલીસે રોકાવી તપાસ કરતા મોકાનો લાવો લઈ ગાડી ચાલક ફરાર થઈ ચૂક્યો હતો, જોકે, ગાડીમાંથી પોલીસે દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે અમીરગઢ પોલીસ સ્ટાફના બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં દરમ્યાન રાજસ્થાન તરફથી એક ગાડી આવતા શંકાસ્પદ લાગતા પોલીસે ચાલકને ગાડી ઉભી રાખવા ઇશારો કર્યો હતો.

 જોકે, ગાડીના ચાલકે ગાડી થોડી આગળ રોડની સાઇડમાં ઉભી રાખી બાવળની ઝાડીમાં નાશી છૂટ્યા હતા. પોલીસે ગાડીમાં ચેક કરતા ખાખી કલરના બોક્ષો ભરેલ હોય જે બોક્ષમાં તપાસ કરતાં વિદેશી દારૂના ટીન બીયર મળી આવી હતી જેથી પોલીસે ગાડી માંથી કુલ 840 બોટલો સહીત કુલ મુદ્દામાલ કબ્જે લઈ બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદે વગર પાસ પરમીટે ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી હેરાફેરી કરી ગાડી મુકી ભાગી જનાર ઈસમો પર પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.