વાંકાનેર શહેરમાં આવેલ હોસ્પિટલ પાસેથી ઇકો કારની ચોરી
વાંકાનેર તાલુકામાં અગાઉ ઇકો કારની ચોરીની ફરિયાદો નોંધાઈ હતી જેમાં હજુ આરોપી ઝડપાયા નથી ત્યાં વધુ એક ઇકો કારની ચોરી કરવામાં આવી છે અને વાંકાનેર શહેરની અંદર આવેલ ખાનગી હોસ્પિટલ પાસે પાર્ક કરવામાં આવેલ કારની અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડ દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઇકો કાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ ઓઝા શેરી ચાવડી ચોક પાસે રહેતા યોગેશભાઈ અમૃતલાલભાઈ પુજારા જાતે લોહાણા (ઉંમર 52)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સ સામે ઇકો કાર ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તારીખ 28/8/2022 ના રોજ રાત્રિના બાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધી તેઓએ પોતાની ઇકો કાર નંબર જીજે 36 એફ 1053 ને વાંકાનેરમાં આવેલ શ્યામ હોસ્પિટલ પાસે પાર્ક કરીને મૂકી હતી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઇકો કારની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ત્રણ લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઈ હોવાની તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર પંથકમાં ઇકો કારની ચોરીની ઘટનાઓ વધી રહી છે થોડા દિવસો પહેલાં નોંધાયેલ ઇકો કાર ચોરીની ફરિયાદમાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી અને કેટલીક કાર ચોરીની ફરિયાદો હજુ સુધી પોલીસ ચોપડે નોંધાઈ નથી તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે