ફતેપુરા તાલુકાના આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ને પડતર માંગણી બાબતે પત્ર આપ્યું હતું. જેમાં કરાર આધારિત કર્મચારીને કાયમી કરવામાં આવે, આઉટસોર્સિંગ એજન્સી દ્વારા શોષણ કરવામાં આવે છે જે દૂર કરવામાં આવે, પુરા પગાર પર સહી કરાવાય છે અને અધૂરો પગાર આપવામાં આવે છે, કોરોના મહામારી માં કરેલ કામગીરી નું વળતર ચૂકવવામાં આવે તે બાબતે રજૂઆતો કરાઈ હતી જેમાં દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારા એ આરોગ્ય મંત્રી ને પડતર માંગણીઓ બાબતે કાર્યવાહી કરાય તે બાબતે ભલામણ પત્ર લખ્યો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं