અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલી શાળાઓમાં કાર્યરત વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર, અને હેલ્પરની જગ્યાઓ પર માનદવેતનથી નિમણુક કરવામાં આવશે. લીલીયા તાલુકામાં બવાડા પ્રા.શાળા કેન્દ્ર નં.૨૪માં સંચાલક કમ કુકની ૦૧ જગ્યા ખાલી છે. કલ્યાણપર પ્રા.શાળા કેન્દ્ર નં. ૦૫ સંચાલક-કમ-કુકની ૦૧ જગ્યા, પાંચ તલાવડા કુમાર પ્રા.શાળા કેન્દ્ર નં.૧૮માં કુક કમ હેલ્પરની ૦૧ જગ્યા, પાંચ તલાવડા કુમાર પ્રા.શાળા કેન્દ્ર નં.૧૮માં કુક-કમ-હેલ્પરની ૦૧ જગ્યા, શેઢાવદર પ્રા. શાળા કેન્દ્ર નં. ૩૮માં કુક કમ હેલ્પરની ૦૧ જગ્યા, લોકા કેન્દ્ર નં.૩૨માં સંચાલક કમ કુકની ૦૧ જગ્યા ખાલી છે. આ તમામ જગ્યા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષ હોવી અનિવાર્ય છે. જ્યારે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ કે તેથી વધુ જરુરી છે. જો આ ન મળે તો ધો.૭ પાસને તક આપવામા આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી તૈયાર કરી આગામી તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં સાંજે ૪ વાગ્યાથી મામલતદાર કચેરી, લીલીયાના રજીસ્ટ્રી શાખા ખાતે પહોંચાડવાનું રહેશે, તેમ મામલતદારશ્રી લીલીયાએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.