જેથી કરીને શેત્રુંજીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ખોડીયાર ડેમના દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે. વધુમાં ખોડીયાર ડેમના કેચમેંટ વિસ્તારમાં હાલ વરસાદ શરુ હોય પાણીની આવક વધવાની શક્યતા છે. તેથી વધારે દરવાજા ખોલવાની જરુરિયાત રહેશે તેમ જ ઠેબી ડેમના ઉપરવાસમાં પણ વરસાદ છે. આથી પાણીની આવક વધતા વધુ દરવાજા ખોલવાની પણ શક્યતા છે. આ બંને ડેમનું પાણી શેત્રુંજી નદીમાં જતું હોય છે આથી શેત્રુંજીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના આપવામાં આવી છે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી અમરેલી જિલ્લા નાં ધારી નજીક આવેલા ખોડિયાર ડેમનાં દરવાજા હાલ માં ખોલવામાં આવ્યા છે.