ભુજ, બુધવારઃ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રાજયમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધી શકવા માટે ગુનામાં વપરાયેલ અથવા ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન ના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાનામૂળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવામળે છે કે તેમને કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવાગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી.
પ્રસ્તુત બાબતે આવા ગુનાઓના મુળ સુધી પહોંચવા સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તેમોબાઇલ કોની પાસેથી ખરીદ કરેલ છે અથવા કોને વેચ્યો તે જાણવું જરૂરી જણાય છે. જેથી જુના મોબાઇલ લે-વેચ કરનારવેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરૂંનામ, સરનામું, નોંધવું જરૂરી છે.
જુના મોબાઇલ ખરીદતી અને વેચતી વખતે વેપારીએ મોબાઇલ ફોનની વિગત, IMEI નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારનુંનામ તથા સરનામાની વિગત, આઇડી પ્રુફની વિગત અસલ પરથી ખરાઇ કરીને મેળવવી.
કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા બહાર પાડેલ જાહેરનામું તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે અને આહુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.