સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન જિલ્લાના વિવિધ સ્થળોએ શાળા કોલેજ યુનિવર્સિટીમાં નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન યોજશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતો રમાશે અને ફીટ ઈન્ડિયાની શપથવિધિ યોજાશે.
36મી નેશનલ ગેમ્સના આયોજન બાબતે જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં જિલ્લાના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં રમત ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે રમત ગમતનો પ્રચાર પ્રસાર થાય આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓની વિશાળ ભાગીદારી થાય તે માટે ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન સેલિબ્રિટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સની થીમ પર જિલ્લાની 33 કોલેજોમાં જિલ્લાના વર્ગ ૧-૨ના અધિકારીઓને અમલવારી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
૧૫મી સપ્ટેમ્બરે ઉદ્યોગ સહકાર મીઠા અને પ્રોટોકોલ ઉદ્યોગ, વન પર્યાવરણની ક્લાયમેટ ચેન્જ પ્રિન્ટિંગ સ્ટેશનરી, માર્ગ મકાન રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા હિંમતનગરની મોતીપુરાની શ્રી એસ એમ મહેતા આર્ટસ એન્ડ એમ એમ પટેલ કોમર્સ કોલેજ ખાતેથી મહાનુભવોની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
આગામી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ શુક્રવારના રોજ કામધેનુ યુનિવર્સિટી રાજપુર (નવા) હિંમતનગર તાલુકો, કોલેજ ઓફ એજ્યુકેશન વિદ્યાનગરી, ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન બેરણા, સમર્થ કોલેજ ઓફ. બી.એડ. એજ્યુકેશન હાજીપુરા, લો કોલેજ હિંમતનગર, સરસ્વતી કોલેજ ઓફ એજ્યુકેશન વિરાવાડા, એસ.બી. મહિલા આર્ટસ કોલેજ મહેતાપુરા, સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કડોલી, રિદ્ધિ બી. સી. એ કોલેજ મોતીપુરા, સરકારી મહિલા આર્ટસ કોમર્સ કોલેજ ગાંભોઈ, એમ.એમ ચૌધરી રાજેન્દ્રનગર કોલેજ હિંમતનગર, રતનબા કોલેજ ઓફ એજ્યુકેશન રાજેન્દ્રનગર હિંમતનગર, સદભાવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રૂપાલ,
જ્યારે ઇડર તાલુકામાં તલાકચંદ માયાચંદ શાહ મહિલા આર્ટસ કોલેજ ઈડર, કોલેજ ઓફ એજ્યુકેશન છાપી, દિવ્ય ચેતના કોલેજ ઓફ એજ્યુકેશન ભેટાલી, સરકારી સાયન્સ કોલેજ લાલોડા, સરકારી આર્ટસ કોમર્સ કોલેજ જાદર, કોલેજ ઓફ એજ્યુકેશન દરામલી તથા ખેડબ્રહ્મા તાલુકામાં ડી.ડી. ઠાકર અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા, આર્ડેકતા શૈક્ષણિક સંકુલ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં સરકારી આર્ટસ કોમર્સ કોલેજ પોશીના તથા પ્રાંતિજમાં શ્રીમતી મંગલાબેન ચુનીલાલ દેસાઈ આર્ટસ કોમર્સ કોલેજ પ્રાંતિજ, સાબરગ્રામ સેવા મહાવિદ્યાલય સોનાસણ, એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાંતિજ, સમાજ કાર્ય મહાવિદ્યાલય સલાલ, સી. કે. પટેલ કોલેજ ઓફ મેનેજમેન્ટ અને બી.સી.એ કોલેજ પ્રાંતિજ ચિત્રીણી નર્સિંગ વુમન કોલેજ પ્રાંતિજ, શેઠ એચ.પી. આર્ટસ અને તલોદ સહકારી મંડળી કોલેજ તલોદ, એસ. એમ. પંચાલ સાયન્સ કોલેજ તલોદ, સરકારી કોમર્સ કોલેજ વડાલી, એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વડાલી તથા શ્રી એમ. એન. પટેલ કોલેજ વિજયનગરમાં કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, રમતવીરો, રમતગમત સાથે સંકળાયેલા લોકો સંગઠનો જોડાઈને વિશાળ જન ભાગીદારી સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે અને મહાનુભાવો દ્વારા સ્પોર્ટ અંગે પ્રેરક માર્ગદર્શન અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે. 36મી નેશનલ ગેમ્સ ના એન્થમની પ્રસ્તુતિ, માસ્કોટનું પ્રેઝન્ટેશન તથા ફિટ ઈન્ડિયાની શપથવિધિ યોજાશે.