ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્મચારી 

ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે *નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2022* નું આયોજન કરવા માં આવેલ છે જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કંટલટલસી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત દેશ માં છેલ્લા 13 વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ ચાલુ વર્ષે પ્રથમ શાળા કક્ષા એ ત્યાર બાદ ઓનલાઈન ના માધ્યમ આ ક્વિઝ નું આયોજન કરવા માં આવેલ છે વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં વધુ ને વધુ જાગૃત થાય તેવા હેતુ થી આ કવિઝ રમાડવા માં આવે છે જેમા ધોરણ 8 થી 12 સુધી ના વિધાર્થીઓ ભાગ લઈ શકે છે જેમાં શાળા કક્ષાએ થી રજીટ્રેશન કરવા નું રહેશે (રજીટ્રેશન માટે અહીં આપેલ નંબર પર સંપર્ક કરી લિંક મોકલવા માં આવશે 94294 33449) આ સ્પર્ધા 15 મી સપ્ટેમ્બર માસમાં રાજ્ય કક્ષા માં ઓનલાઇન માધ્યમ થી યોજવા માં આવશે એટલે 10 મી સપ્ટેમ્બર સુધી માં શાળા કક્ષા એ સ્પર્ધા યોજી ટોપ 4 વિદ્યાર્થીઓ નું રજીટ્રેશન કરવી લેવું આ સ્પર્ધામાં ત્રણ તબક્કા માં યોજાશે,તો આ સ્પર્ધા નું મહત્વ સમજી આપના બાળકો,વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ લઈ જશે તેવા હેતુ થી સરકારશ્રી એ અમલ માં મુકેલ છે તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માં આવેલ છે.તો જૂનાગઢ જિલ્લા માંથી વધુ ને વધુ વિધાર્થીઓ ભાગ લે તેવા પ્રયાસો કરવા માં આવી રહિયા છે તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ વધુ   માહિતી માટે શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ,બીલનાથ મંદિર પાસે જૂનાગઢ નો સંપર્ક કરવો જણાવાયું છે 9429433449