શિક્ષક હોવા છતાં પણ તાલુકા શિક્ષણ અધિકારીએ કયા કારણોસર બદલી કરી ચર્ચાનો વિષય

જૂની ભીલડીની બોડાલ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનનો શિક્ષક ના હોવાથી બાળકો અભ્યાસથી વંચિત

શાળામાં ચાર નું મહેકમ હોવા છતાં પણ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકની વહીવટી બદલી કરાઈ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય શિક્ષણ અને સારી સુવિધા મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ કેટલીક જગ્યા ઉપર કેટલાક અધિકારીઓની મનમાંની અને લાગવગના લીધે અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે તો કેટલીક શાળાઓમાં બાળકોને અભ્યાસ માટે રૂમો પણ પૂરતા હોતા નથી તો ક્યાંક પીવાના પાણી જેવી પણ સુવિધા હોતી નથી જેના લીધે વિદ્યાર્થીઓને તકલીફો પડતી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના જૂની ભીલડી ગામની બોડાલ પ્રાથમિક શાળામાં ચાર શિક્ષકોનું મહેકમ હતું જેમાં ગણિત વિજ્ઞાનના પણ શિક્ષક હતા અને યોગ્ય રીતે બાળકોને શિક્ષણ આપી રહ્યા હતા પરંતુ તાલુકા શિક્ષણ અધિકારીએ પોતાના અંગત કારણોસર અથવા તો પોતાની મનમાની ચલાવીને આ શાળામાંથી ગણિત વિજ્ઞાનના શિક્ષકની વહીવટી બદલી કરીને બીજી શાળામાં મૂકી દીધા છે જેથી હાલમાં છેલ્લા ઘણા સમયથી બોડાલ પ્રાથમિક શાળાની અંદર ગણિત વિજ્ઞાન ના શિક્ષક ન હોવાથી બાળકો આ વિષયનો અભ્યાસ કરી શકતા નથી તાત્કાલિક આ શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકને મૂકવામાં આવે તેવી માંગ વાલીઓમાં ઉઠવા પામી છે

ડીસા તાલુકાના જૂની ભીલડી ગામની બોડાલ પ્રાથમિક શાળા માં ધોરણ છ થી આઠમાં ચાર શિક્ષકોનું મહેકમ છે છતાં પણ તાજેતરમાં ડીસા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બોડાલ પ્રાથમિક શાળા માંથી ગણિત વિજ્ઞાનના શિક્ષક ની વહીવટી બદલી કરી બીજી શાળામાં મૂકી દેતા આ શાળામાં ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકની ઘટ વર્તાઈ રહી છે જેના લીધે શાળામાં અભ્યાસ કરતા બાળકો આ વિષયનો અભ્યાસ કરી શકતા નથી જેના લીધે તેની અસર બાળકોના અભ્યાસ ઉપર પડી રહી છે ત્યારે તાત્કાલિક આ શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષકની ઘટ પૂરી કરવામાં આવે તેવી માંગ વાલીઓમાં ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં મહેકમ પૂરું હતું અને રેગ્યુલર અભ્યાસક્રમ ચાલતો હતો પરંતુ ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ કોઈક કારણોસર શાળામાંથી ગણિત વિજ્ઞાનના શિક્ષકની બદલી કરી અન્ય શાળામાં મૂકી દીધા છે જો કે હાલમાં આ શિક્ષક નીબદલીને લઈ તાલુકા શિક્ષણ અધિકારી પણ શંકા ના દાયરામાં દેખાઈ રહ્યા છે

બોક્સ

શિક્ષકની બદલી કરી હોવા છતાં પણ રેકોર્ડ જોવાની વાતો કરતાં ટી પી ઓ

આ મામલે ડીસા તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ નો સંપર્ક કરતા તેમણે પોતે જ શિક્ષકની બદલી કરી હોવા છતાં પણ આ અંગે પૂછતા તેમણે જાણે કે આ બદલીથી અજાણ હોય તેમ રેકોર્ડ જોઈને બાદમાં આ અંગે કહેવાનું જણાવ્યું હતું  

બોક્સ

તાત્કાલિક ગણિત વિજ્ઞાનનો શિક્ષક મુકવા વાલીઓની માંગ

જૂની ભીલડીની બોડાલ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી ગણિત વિજ્ઞાનનો શિક્ષક શાળામાં કાર્યરત હતો પરંતુ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ કારણસર આ શિક્ષકની અન્ય શાળામાં બદલી કરાતા હાલમાં બોડાલ પ્રાથમિક શાળામાં શિક્ષક ના હોવાના લીધે વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કરી શકતા નથી જેથી આ શાળામાં તાત્કાલિક ગણિત વિજ્ઞાનનો શિક્ષક મૂકવામાં આવે તેવી માંગ વાલીઓમાં ઉઠવા પામી છે

બોક્સ

શિક્ષકની બદલીને અનેક શંકા કુશંકાઓ

જૂની ભીલડીની બોડાલ પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ માં ચાર શિક્ષકોનો મહેકમ હતું અને ખૂબ જ સારી રીતે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું પરંતુ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ કારણોસર આ શાળામાંથી શિક્ષકની અચાનક બદલી કરી દેવાઈ છે જેથી હાલમાં બાળકો ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કરી શકતા નથી જેની અસર બાળકોના અભ્યાસક્રમ ઉપર થઈ રહ્યું છે ત્યારે આ શિક્ષકની કયા કારણોસર બદલી કરવામાં આવી તેને લઈ અનેક શંકા કુશંકાઓ ઉપજી રહી છે