કોરોનાની ત્રણેય લહેર દરમિયાન આપણે અનેક પીડાઓ ભોગવી છે… આપણે સૌ નગરજનો સાક્ષી પણ છીએ કે બીજી લહેર દરમિયાન આપણે હોસ્પિટલમાં બેડ માટે અને ઓક્સિજન માટે કેવી રીતે દોડતા હતા… પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા અન્ય જગ્યાઓ પર વ્યવસ્થા કરવી પડી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કોરોનાકાળ દરમિયાન પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં અનેક લોકોએ સારવાર મેળવી એમાંથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા તો કેટલાક લોકો અત્યારે તમારા ઘરમાં તમારી નજીક બેઠા હશે…સારવાર મેળવેલા કેટલાક લોકો આ પોસ્ટ પણ વાંચી રહ્યાં હશે… એ જ આપણા પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનાર MD ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા અને તે સહિતના ડોક્ટરો અને નર્સિગ સ્ટાફને કોન્ટ્રાક્ટ પુરો થતા છુટ્ટા કરી દેવાયા છે… છુટ્ટા કરી દેવાયાની સામે અન્ય કોઈ નિમણૂંક નથી કરવામાં આવી…
ડોક્ટરોને છુટ્ટા કરી દેવાતા મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલની બહાર બિનરાજકીય સંસ્થાઓના આગેવાનો-લોકો, રાજકીય લોકો અને શહેરીજનો એકઠા થયા હતા.ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને પરત લેવા માટે સિવિલ સર્જનને આવેદન આપવામાં આવ્યુ હતું.