અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા મહુધા ની તાલુકા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ લઇ મહુધા ધારાસભ્ય ના ઈન્દજીતસિહ ઠાકોર ને આવેદનપત્ર આપવામાં આવ્યું લઘુતમ માસિક રૂપિયા 18000 થી 22,000 ની અમારી માગણી માન્ય રાખો
આંગણવાડી નો સમય 10 થી 4 નો કરો નિવૃત્ત બાદ તમામ લાભ સરકારી કર્મચારીઓના ધોરણે ચૂકવી આપો
તેડાગરને કાર્યકરનું તથા કાર્યકરને મુખ્ય સેવિકાની નામ નિયુક્તિ કોઈપણ જાતની વય મર્યાદા સિવાય આપો 45 વર્ષની વય મર્યાદા નો પરિપત્ર રદ કરો
મીની આંગણવાડીની પ્રથા બંધ કરીને તેને રેગ્યુલર આંગણવાડી નો દરજ્જો આપો પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી કાર્યકરોને પણ પ્રાથમિક શિક્ષણ આપતા કર્મચારીઓની જેમ વેતન અને સુવિધા આપો આમ વિવિધ માંગણીયો લઈ મહુધા મત વિરતારના ના ધારાસભ્ય ઈન્દજીતસિહ ઠાકોર ને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી રિપોર્ટ ઈરફાન મલેક