સુરત વરાછા વિસ્તાર ના પોલીસ સ્ટેશન દ્વારા મોટરસાયકલ ચોરીના ગુનામાં પાંચ આરોપીને પકડી પાડ્યા હતા.
સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનના અલગ અલગ બે વાહન ચોરીના ગુના તથા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનનો તેમજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દા માલ સહિત પાંચ આરોપીને પકડી પડતી વરાછા પોલીસ ટીમ.
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સાહેબના માર્ગદર્શન મુજબ વરાછા પોલીસ સ્ટેશન પી. આઈ. એ. એન. ગાબાણી તેમજ સર્વેલેન્સ પી. એસ. આઇ એ. જી. પરમારના માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સર્વેલેન્સ સ્ટેશનના સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમિયાન હેડ કોસ્ટેબલ રવિરાજસિંહ તેમજ હેડ કોસ્ટેબલ જીગ્નેશભાઈને બાતમી મળતા વરાછા કુબેરનગર પોપડા ખાતે આ કામના આરોપી હોય તેવી ચોક્કસ બાતમીના આધારે અશ્વિન મુગરા ધીરુભાઈ વાવડીયા છગનભાઈ સરવૈયાને પકડી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું પોતાની પાસે ચોરીના સાત બાઇક હોય તેવું જાણવા મળતા વરાછા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.