કલેકટર શ્રી છોટા ઉદેપુર ને આવેદન આપવામાં આવ્યું છે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને યોગ્ય જગ્યા પર સ્થાપિત કરવામાં આવે.

  પ્રાપ્ત માહિતી અનુસાર ભીમસંઘ તથા સમાજના આગેવાનો તથા રાજકીય હોદ્દેદારો દ્વારા પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં બંધારણના નિર્માતા બાબા ભીમરાવ આંબેડકર ની પ્રતિમા માટે ની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી તેથી તેઓની પૂર્ણ કદની પ્રતિમા બોડેલી પંચાયતમાં છત ઉપર પડી રહેલ છે. ભીમસંઘ તથા સમાજના આગેવાનોની લાગણી છે કે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને કોઈ યોગ્ય સ્થળ પર કે કોઈ મુખ્ય રસ્તા પર પ્રતિમા સ્થાપિત કરવામાં આવે એવી માંગણી છે. 

 વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી યોગ્ય જગ્યાની રજૂઆતો કરવા છતાં હજુ પણ યોગ્ય જગ્યા ફાળવાવા માં આવેલ નથી. જો આવનારા 7 દિવસમાં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા માટે કોઈ ચોક્કસ યોગ્ય જગ્યા ફાળવવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.