ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી સવારે તડકો નીકળે છે અને સાંજે પડતાની સાથે જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે છે. આજે ગુજરાતમાં 52 તાલુકામાં વરસાદ વરસ્યો હતો અને બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવનાની આગાહી કરી છે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગઈકાલે રાત્રે રાજકોટમાં પણ મેઘરાજાએ સાંજે તોફાની બેટિંગ કરી હતી અને ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વાહનવ્યવહારને અસર થઇ હતી. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઇ ગયું છે.

ગુજરાતમાં ગઈકાલથી આજ સુધી પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં પડ્યો હતો તો ચોટીલા, લોધીકા, વલસાડ, કોડીનાર, વાગરા, રાપર, થાનગઢ સહીત અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં આજે વાદળછાયું વાતારવરણ રહ્યું છે. આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદે તોફાની બેટિંગ કરી હતી અને થોડાક સમયમાં જ 1 ઈંચ વરસાદ પડી ગયો હતો. ભારે પવનને કારણે પાકને નુકશાન થવાની ભીતિ છે અને ભારે પવનથી અનેક સેડ ધરાશાયી થયા હતા.