જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજની રેલ્વે મંત્રાલયે તસ્વીરો શેર કરી છે. ચેનાબ નદીના સ્તરથી આ પુલની ઊંચાઈ 359 મીટર છે.રૂ. 28 હજાર કરોડના ખર્ચે બનેલો આ પુલ  એફિલ ટાવર કરતા પણ ઊંચો અને  તેની ઊંચાઈ કુતુબમિનાર કરતા 5 ગણી છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં કટરા-બનિહાલ રેલ્વે વિભાગમાંબનેલો આ પુલ સ્ટ્રક્ચરલ સ્ટીલનો બનેલો છે. જે માઈનસ 10 ડિગ્રીથી માંડીને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરી શકે છે.આ પુલ પર ભુકંપ કે વિસ્ફોટોની કોઈ અસર  નહીં થાય.જરૂર પડયે સેના અને સુરક્ષા દળો પણ તેનો ઉપયોગ કરી શકશે.આ પુલ ભારતીય એન્જિનિયરોની એન્જિનિયરિંગ ક્ષમતાનું  ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.