કડી તાલુકાના બુડાસણ ગામ પાસે થોડાક દિવસો અગાઉ અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇવા ટ્રક બુડાસણ પાસે આવેલ દરગાહની બાજુમાં પડી રહ્યું હતું અને તેના માલીક પોતાનું આઈવા લેવા માટે આવ્યા હતા. દરગાહના ઓટલા પર બપોરે માલિક અને તેમના મિત્રો બેઠા હતા, તે દરમ્યાન અજાણ્યા ઈસમોએ ધોકા લઈને આવી મુઢમાર મારી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ જતાં કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. રૂ. 7 લાખ 18 હજાર લૂંટી ચારેય ઈસમો ફરાર થયા.