તાલાલામાં આરોગ્ય કર્મચારીની હડતાલનો અંત લાવવા લેખીત રજુઆત તાલાલા ગીર , તા .૧૩ કોરોના માં રજાના દિવસોમાં કરેલ કામગીરી નું વેતન આપવા , પગારમાં રહેલી વિસંગતતા દુર કરવા વિગેરે માંગણીઓ સાથે તાલાલા પંથકમાં ઘણા સમયથી ચાલતી આરોગ્ય કર્મચારીઓની હડતાલનો સુખરૂપ નિવારણ લાવવા તાલાલા તાલુકાના ભાજપના અગ્રીમ અગ્રણી અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ડો.ગોપાલભાઈ હડીયા એ માંગણી કરી છે.રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ ને પાઠવેલ પત્રમાં ભાજપ અગ્રણી એ જણાવ્યું છે કે તાલાલા પંથકની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે દિવસ - રાત સેવા આપતા આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર , ફીમેઈલ હેલ્થ વર્કર , આરોગ્ય સુપરવાઈઝરો સહિત વિવિધ વિભાગોમાં સેવા આપતા ૫૦ કર્મચારી ભાઈ - બહેનો ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની માંગણીના સમર્થનમાં હડતાલ ઉપર છે , જેને કારણે તાલાલા પંથકમાં આરોગ્ય સેવા કથળી છે.તાલાલા પંથકમાં આ વર્ષે મોસમનો વરસાદ ૧૦૦ ટકા થી પણ વધારે પડ્યો છે હજું પણ અવિરત વરસાદ ચાલુ છે ત્યારે જન આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી હડતાલનો સુખરૂપ નિવારણ લાવવું જરૂરી હોય આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા ભાજપ અગ્રણી ડો.ગોપાલભાઈ હડીયા એ આરોગ્ય મંત્રી સમક્ષ માંગણી કરી છે .