બરવાળા કમલમ હોલ ખાતે કેબિનેટ મંત્રીના હસ્તે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત બરવાળા પ્રાંત કક્ષાના 7.91 કરોડની રકમના 288 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

બરવાળા શહેરના દરબાર ગઢ વિસ્તારમાં આવેલ નગરપાલિકા કચેરી પાસેના કમલમ હોલ ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને બરવાળા પ્રાંત કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત બરવાળા તાલુકા અને રાણપુર તાલુકાના વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, આ પ્રસંગે મંત્રી પ્રદિપભાઈ પરમારના વરદહસ્તે બરવાળા પ્રાંત વિસ્તારના રૂ. ૭.૯૧ કરોડના ખર્ચે કુલ-૨૮૮ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં રૂ.૫.૭૮ કરોડના ખર્ચે ૧૯૩ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૨.૧૩ કરોડના ખર્ચે ૯૫ કામોનું લોકાર્પણ કરાયું હતું આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ કલેક્ટર પીડિ પલસાણા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલીયા, જિલ્લા આયોજન અધિકારી જોષી, જિલ્લા પંચાયતના સભ્યો, રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ સોલંકી, બરવાળા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન બાવળીયા, બરવાળા નગરપાલિકાના સભ્યો, જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ સહિત ભાજપના હોદ્દેદારો આગેવાનો તેમજ બરવાળા અને રાણપુરના શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.