જૂનાગઢમાં જનતા ગેરેજના મિત્રો દ્વારા પ્રોજેક્ટ
સ્માઈલ અંતર્ગત જુનાગઢની વિવિધ સરકારી શાળાનાં
બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું
હતું, જનતા ગેરેજ દ્વારા જૂનાગઢ શહેરની દોલતપરા
પ્રાથમિક શાળા, ગ્રામોદ્યોગ મંદીર પ્રાથમિક શાળા,
ખામધોલ પ્રાથમિક શાળા, ઝાંઝરડા પ્રાથમિક શાળા,
સાબલપુર પ્રાથમિક શાળા, સરગવાળા પ્રાથમિક શાળા,
સરદારપરા પ્રાથમિક શાળા તેમજ કુમાર શાળા નં 6
તેમજ વિવિધ સરકારી શાળામાં શાળાના અભ્યાસ
કરતા 4000 કરતા વધુ બાળકોને ફૂલસ્કેપ ચોપડા,
બોલપેન, પેન્સિલ, સંચો, ચેક રબર, ફૂટપટ્ટી જેવી
વિધાર્થીઓને જરૂરી અભ્યાસમાં ઉપયોગી સાધન
સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ માટે જનતા ગેરેજના મિત્રો અને દાતાઓના
સહકારથી જુનાગઢની મોટાભાગની સરકારી શાળાનાં
વિધાર્થઓ સુધી પ્રોજેક્ટ સ્માઈલ કીટ પહોચતી
કરવામાં આવી હતી.
જ્યારે સરકારી શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા
જનતા ગેરેજની આ કામગીરીને બિરદાવી હતી અને
ખાસ સરકારી શાળાની જ પસંદગી કરવા બદલ
આભાર વ્યકત કર્યો હતો. ખાસ વિતરણ દરમિયાન
બાળકોના ચેહરા પર આવેલી ખુશી જોઈને પ્રોજેક્ટ
સ્માઈલને સફળતા મળી હોવાનું આયોજકો એવા
જનતા ગેરેજના નિલેશભાઈ દેવાણી, નરેન્દ્રભાઇ
સોનરત, પિયુષભાઈ વાજા અજીતસિંહ ભાટી,
જીગ્નેશભાઈ મકવાણા, ભદ્રેશભાઈ સોલંકી, પરેશ ભાઈ
લોઢીયા તેમજ જયેશ વૈશ તમામનું સમાજ માટે કાઇક
કર્યું હોવાનું ગર્વ વધાર્યું હતું.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ