દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ઉપલી મોહબુડી પાસે આવેલા આસનબાર વિસ્તારના જંગલમાં વાસ કાપવા માટે જાતરિયાભાઈ નવસાભાઈ વસાવા ગયા હતા તે સમયે ત્યાં દિનેશભાઈ અજમાંભાઈ વસાવા તથા અન્ય કેટલાક ઈસમો ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વરસાદી વાવાઝોડું અને આકાશી વીજળીના ચમકારા ના અવાજ થતાં જાતરિયાભાઈ વસાવા તથા ખેતરમાં કામ કરી રહેલા ઘરના માણસો ખેતરમાં આવેલા કાચા ઝૂંપડામાં સંતાઈ ગયા હતા તથા કાલિદાસભાઈ દવલિયાભાઈ વસાવા ઝુંપડા નજીક આવેલા સાગના ઝાડ નીચે સંતાઈ ગયા હતા તે સમય દરમિયાન અચાનક વાવાઝોડા અને વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજળી નો ભડાકો થતા આકાશી વીજળી પડા ઉપર પડતાં ઝૂંપડામાં રહેલા (1) બાજુબેન અમરસિંગભાઈ વસાવા તથા (2) દિનેશભાઈ અજમાભાઈ વસાવા નાઓને ગંભીર ઈજા થતાં તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે તથા અન્ય (3) અજમાભાઈ નવસાભાઈ વસાવા (4) મનિષાબેન જાતરીયાભાઈ વસાવા (5) બારકીબેન દિનેશભાઈ વસાવા (6) વંતીબેન અજમાભાઈ વસાવા (7) ઠુંગાબેન ડુઅલયાભાઈ વસાવા નાઓને નાની-મોટી ઇજા પહોંચતા તેઓને સરકારી હોસ્પિટલ દેડયાપાડા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સદર ઘટનાની જાણ દેડિયાપાડા પોલીસ સ્ટેશન થતા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं