દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર 

બે માસનો પગાર ચૂકવવામાં ન આવતા અને ઇ.પી.એફ નવ માસથી મળેલ નથી 

     ઝાલોદ નગરપાલિકાના સફાઈ કામદારો આજરોજ ૧૩-૦૯-૨૦૨૨ મંગળવારના દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયેલ છે, સફાઈ કામદારો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસર તેમજ પ્રમુખને એક આવેદન સફાઈ કામદારોની સહી કરી નગરપાલિકામાં આપેલ છે તે આવેદન અનુસાર સફાઈ કામદારોને છેલ્લા બે માસનો પગાર તેમજ છેલ્લા નવ માસથી ઇ.પી.એફ તેમને મળેલ નથી વધુમાં ૦૧-૦૫-૨૦૧૮ થી ૩૧-૧૨-૨૦૨૨ સુધીનું ઇ.પી.એફ પણ તેમને આજ સુધી તેમને મળેલ નથી, સફાઈ કામદારોને પગાર સિવાય બીજો કોઈ સહારો નથી, આવું લેખિત આવેદનપત્ર નગરપાલિકા ખાતે સફાઈ કામદારો દ્વારા આપવામાં આવેલ છે