વડોદરા નજીક આવેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા આવી રહેલા દશેરા નિમિત્તે પોઈચા ચોકડી નજીક મેદાનમાં શસ્ત્ર પૂજાના આયોજનની જાહેરાત કરાઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજમાં શક્તિનું પ્રતીક ગણાતી 5 હજાર તલવારો શસ્ત્ર પૂજામાં મૂકાશે અને રાજપૂત યુવાનોને વિતરણ કરાશે.

આકાર્યક્રમમાં પાંચ હજાર રાજપૂત-ક્ષત્રિય યુવાનો માથે સાફો બાંધીને ભાગ લેશે, શસ્ત્ર પૂજા બાદ તલવારો યુવાનોને અર્પણ કરવામાં આવશે.

ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે, પ્રતિ વર્ષ ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિના પ્રતીક તલવાર સહિતના શસ્ત્રોની પૂજા કરાતી હોય છે. ચાલુ વર્ષે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું આયોજન સાવલીના પોઈચા ચોકડી પાસે મેદાનમાં કરાશે.