મહુવા શહેર તથા તાલુકાના આશાવર્કર બહેનોએ અપૂરતા વેતન અને વિવિધ પ્રશ્ને પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું

આશાવર્કર બહેનો તથા ફેસેલિટર બહેનોને અપૂરતા પગાર મળતા હોઈ તેમજ આશાવર્કર તથ્ય ફેસેલિટર બહેનો ને સમાન કામ અને સમાન વેતન કરવામાં આવે તથા સરકારશ્રી તરફથી રૂ,5000 વેતન આપવાની જાહેરાત કરી છે તે ફક્ત મૌખિક કરાયેલ હોવાથી લેખિતમાં આપવામા આવે અને બહેનોને સોંપવામાં આવતા અલગ અલગ કામો લેખિતમાં ઓર્ડર કરી આપવામાં આવે

બહેનોને કામના પ્રમાણમાં 50% પગાર વધારો તથા ઇનસેટિવ શરૂ રહેવા ની માંગ કરી તંત્ર સામે સુત્રોચાર કર્યા હતા

આશાવર્કર બહેનો તથા ફેસેલિટર બહેનો પાસે વધારાની કામગીરી બંધ કરાવે અને સરકાર તરફથી જાહેર કરાયેલા 5000જેવી મામુલી રકમ અપૂરતી હોવાથી 50%જેટલો વધારો કરી આપવામાં આવે 

આશાવર્કર બહેનો અને ફેસેલિટર બહેનો સમાન કામ કરતા હોવ છતાં યોગ્ય વળતર નહિ મળી રહ્યું 

 આશાવર્કર બહેનો અને ફેસેલિટર બહેનોએ વેતન સહિતના વિવિધ પ્રશ્ને સેવાસદન કચેરી ખાતે સરકાર સામે સુત્રોચાર કરી પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિને આવેદનપત્ર આપી તંત્ર દ્વારા વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી રજુઆત કરી હતી.

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર