રાજ્યમાં માત્ર બે બુટલેગરની તપાસમાં દૈનિક 5000 પેટી અંગ્રેજી દારૂનો કાળો કારોબાર થતો હોવાનું ખુલ્યું છે.
દારૂની દુનિયામાં બદનામ બે બુટલેગર નાગદાન અને વિનોદ સિંધીએ આખા ગુજરાતમાં પોતાના પંટરોની જાળ બિછાવી હોવાનું સામે આવ્યું છે. જેઓ રોજ 3 કરોડના દારૂનો ગુજરાતમાં વેપાર કરતા હોવાનું સામે આવ્યું છે. જેનો વાર્ષિક આંકડો 1000 કરોડ થવા જાય છે.

મહત્વનું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નાગદાન પ્રભુદાન ટાપરીયા(ગઢવી)ને 25 દિવસ પહેલા જ હરિયાણાથી ઝડપી પાડ્યા બાદ શરૂ થયેલી તપાસમાં તેના ફોનમાંથી એવી 29 ઓડિયો ક્લિપ મળી કે અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે આ તમામ ઓડિક્લિપ FSLમાં મોકલવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
જોકે બુટલેગર વિનોદ સિંધી વોન્ટેડ છે પણ તેનો સાથી પોલીસ કબ્જામાં છે વિનોદ વડોદરામાં નમકીનની ફેકટરી ધરાવે છે પણ તે પાછળથી આ મલાઈદાર ધંધામાં જોડાયો છે પંજાબ,રાજસ્થાન,એમપી અને હરિયાણાથી દારૂ લાવી ગુજરાતમાં વેચવામાં આવે છે,તેના પત્ની અને બનેવીના નામે રાજસ્થાનમાં દારૂના ધંધા ચાલતા હોવાની વાત પણ તપાસમાં સામે આવી છે વિનોદ નું રાજસ્થાનમાં પોતાનું આગવું નેટવર્ક છે અને કમલેશ નામનો ઇસમ હિસાબ રાખતો હોવાનું કહેવાય છે.
સાથેજ નાગદાન સાથે સંપર્કમાં રહેનારા બુટલેગર, પોલીસ વગરે સાથે થયેલી વાતચીત મામલે તપાસ શરૂ થઈ છે.