વાવ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર અમીરામ આશાલ ને મળ્યું જન સમર્થન ....

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના મતદાન ના હવે ગણતરી ના દિવસો બાકી છે જેમાં બનાસકાંઠા જિલ્લા માં ત્રીપોખીયો જંગ જામ્યો છે જેમાં જિલ્લા ની મહત્વ ની ગણાતી વાવ વિધાનસભા બેઠક પર 2017 માં કોંગ્રેસ માંથી ગેનીબેન ઠાકોર અને ભાજપ માંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા જેમાં કોંગ્રેસ પક્ષ ની જીત થઈ હતી આ વખતે સમીકરણો બદલાયા છે જેમાં કોંગ્રેસ પક્ષ માંથી ગેનીબેન ઠાકોર ને રિપીટ કર્યા છે જ્યારે ભાજપ પક્ષે સ્વરૂપજી ઠાકોર ને ટિકિટ આપતા આ વિસ્તાર ના કદાવર નેતા તરીકે જાણીતા અમીરામભાઈ આશાલ એ પણ અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવતા આ બેઠક પર રસાકસી ભર્યો માહોલ જામ્યો છે જેમાં વાવ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર અમીરામ આશાલ ને જન સમર્થન મળી રહું છે જેને લઈ ભાજપ અને કોંગ્રેસ પણ ચિંતા માં છે બીજી તરફ અપક્ષ ઉમેદવાર દ્વારા વિકાસ ના કામો ને લઈ લોકો પાસે વોટ લેવા બેઠકો કરતા મોટાભાગ ના લોકો અપક્ષ ઉમેદવાર ને પસંદ કરતાં હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે જેમાં આ વખતે વાવ વિધાનસભા બેઠક પર નવો ચહેરો એટલે અમીરામ આશાલ ની જીત થાય તેવું મનાય છે