વડોદરાની એમ એસ યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીએ પ્રાધ્યાપક પાસે ભલામણ પત્ર આપવાના બદલામાં બેથી ત્રણ હજાર ની સારી બ્રાન્ડની દારૂની વ્હીસ્કીની લાંચ માગી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું કે તેનો ઈન્કાર કરવા જતાં પ્રોફેસરે જાતિ વિષયક અપમાન અને ગાળો દીધી હોવા અંગે વિદ્યાર્થીએ વીસી અને સિન્ડિકેટ સભ્યને પત્ર લખી તપાસની માગ કરવા સાથે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ અરજી પણ આપી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ટેક્નોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીએ પત્રમાં જણાવ્યું છે કે, વિદેશમાં ભણવા અને સારી કંપનીમાં જોબ કરવા ભલામણપત્રની જરૂર હોવાથી તે મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિ. પ્રોફેસર નિકુલ પટેલ પાસે ગયો હતો. પ્રાધ્યાપકે તેને ગાળો બોલી જાતિ વિષયક અપમાન કર્યું હતું અને બેથી ત્રણ હજાર કે સ્કોચ વ્હીસ્કી માગી હતી.
જોકે વિદ્યાર્થીએ ઈન્કાર કરતા તેઓએ ભલામણપત્ર ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે કે, પ્રાધ્યાપકે તેને મારી નાખવાની ધમકી આપી છે અને પોતે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે. વિદ્યાર્થીએ યુનિવર્સિટીના કાયદા મુજબ તેની વિરુદ્ધ સખત પગલાં ભરવા માગ કરી છે. બે દિવસ અગાઉ વિદ્યાર્થીએ રાવપુરા પોલીસ મથકે પણ અરજી કરી હતી.
રાવપુરા પોલીસ મથકમાં વિદ્યાર્થી ભરત રાજવંશીએ નિકુલ પટેલ સામે અરજી નોંધાવી છે.
બીજી તરફ પ્રોફેસર નિકુલ પટેલે આ આક્ષેપોને નકાર્યા છે તેઓએ પણ સામે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને જો અક્ષેપો પુરવાર નહિ થાયતો માનહાનીનો દાવો માંડવા વળતી ચીમકી આપી છે તેઓએ વિદ્યાર્થીની માંગ મુજબ તરતજ ભલામણ પત્ર પણ આપી દીધો હોવાનું ઉમેર્યુ હતું.
આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.