ધાનેરા પોલીસે બાતમીના આધારે વાસણ બોર્ડર પાસે રાજસ્થાન પાર્સિંગની ખાનગી બસ ચેક કરતા રાજસ્થાનનાં પાલી જિલ્લાના સાદડી ગામના આધેડને રૂ. 4.34 લાખના 42.84 ગ્રામ માદક પદાર્થ સાથે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ધાનેરા પોલીસે બાતમીને આધારે રાજસ્થાન તરફથી આવતી ખાનગી લક્ઝરી બસ નં. આરજે-24-પીએ-4737 ની તલાસી લેતા બાતમી વાળો 52 વર્ષીય આધેડ પરેશભાઈ પરમાનંદભાઈ ભુરજીભાઈ સોની(રહે. 104 તોરલ એપાર્ટમેન્ટ વાડકોદરા તા.અંકલેશ્વર,મૂળ
રહેવાસી સાદડી જીલ્લો પાલી રાજસ્થાન)ને ચેક કરતા તેનાં ખિસ્સામાંથી રૂ. 4,28,400 નાનો 42.84 ગ્રામ માદક પદાર્થ, મોબાઇલ સહિત રૂ. 4,34,440 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.