વડોદરાના નબીરાઓ યુવતીની બર્થે પાર્ટી કરવા નવાખલ ફાર્મ હાઉસ ગયા, યુવતીઓ-યુવકોની મહેફિલમાં પડ્યો ભંગ

વડોદરાના નબીરાઓ યુવતીની બર્થે પાર્ટી કરવા આણંદના ફાર્મ હાઉસ ગયા, યુવતીઓ-યુવકોની મહેફિલમાં પડ્યો ભંગ

ગુજરાતમાં દારૂબંઘી હોવા છતાં રોજબરોજ દારૂને લગતા અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે ગઈકાલે આણંદ પોલીસ દ્વારા નબીરાઓની એક દારૂપાર્ટીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આણંદના એક ફાર્મ હાઉસમાં બર્થ-ડે પાર્ટી કરવા ભેગા થયેલા યુવક અને યુવતીઓ દારૂની રેલમછેલ કરતા હતા ત્યારે પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલુ હતી તે જ દરમિયાન પોલીસે રેડ અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે હાલ તમામ નબીરાઓની શાન ઠેકાણે લાવી ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલ રાત્રે આંકલાવના પોલીસ સબ ઈન્સપેક્ટર એચ.એમ. રાણાને માહિતી મળી હતી કે, આણંદમાં આંકલાવના નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વીલા ફાર્મ બંગલા નંબર-2માં કેટલાક યુવકો અને યુવતીઓ દારૂની મહેફિલ કરી રહ્યા છે. પોલીસે માહિતીના આધારે ફાર્મ હાઉસ પર જઈને રેડ કરતાં ફાર્મ હાઉસ પર જોર જોરથી સ્પીકરમાં ગીતો વગાડીને નબીરાઓ દારૂની મજા મણતા ડાન્સ કરી રહ્યા હતા. ફાર્મ હાઉસમાં 10 યુવતીઓ અને 15 યુવકો હાજર હતા. પોલીસને ફાર્મ હાઉસ પરથી 10 દારૂની બોટલ્સ પણ મળી આવી હતી.