મૃત્યુ ના રિસ્ક સાથેની નોકરી હોય વર્ગ ત્રણ માં સમાવી તે મુજબ ભથ્થા આપો
નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓ અને ઓવર ટાઈમ નો લાભ આપો
સમગ્ર રાજ્યમાં જીયુવીએનએલ ના કર્મચારીઓ દ્વારા વીજ સપ્લાય, મેન્ટેનસ બાબતે કામગીરી કરવામાં આવે છે. તેમાં પણ તેના ટેકનિકલ સ્ટાફ દ્વારા પોતાના જીવ ના જોખમે વીજપોલ પર રીપેરીંગ માટે રાત દિવસ કામગીરી કરવામાં આવે છે.ત્યારે આ કર્મીઓને હાલ કંપની વર્ગ ચાર માં સમાવેશ કરતી હોય ત્યારે તેને વર્ગ ત્રણ માં સમાવી ને તેને અનુરૂપ પગાર ધોરણ અને સાતમા પગાર પંચ ના લાભ આપવા માંગણી ઉઠી છે. આ માટે વડિયા જીયુવીએનએલ ના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા આજે વડિયા માં ડેપ્યુટી ઈજનેર ને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ કરી આંદોલન ના શૂર છેડતા જોવા મળ્યા છે. આવેદનપત્ર માં જણાવેલ માંગણીઓમા આ ટેક્નિકલ કર્મીઓને વર્ગ ત્રણ માં સમાવવા, આ કર્મીઓ ને સાતમા પગાર પંચ ના ભથ્થા વર્ગ ત્રણ મુજબ આપવા,જીવ ના જોખમે નોકરી કરતા હોય અલગ થી રિસ્ક એલાઉન્સ આપવું,બીજા અને ચોથા શનિવારે રજા આપવી,આઠ કલાક થી વધુ કામ માટે ઓવરટાઈમ ભથ્થું આપવું અને નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓ આપવા બાબતે વડિયા ના ટેકનિકલ કર્મચારીઓ એ આવેદનપત્ર આપી જનરલ મેનેજર વડોદરા પાસે પોતાની માંગણીઓ કરી છે. ત્યારે આ જીયુવીએનએલ ના ટેકનિકલ કર્મચારીઓ પણ હવે અન્ય કર્મચારીઓ ની જેમ આંદોલન ના માર્ગે જતા હોય તેવુ જોવા મળી રહ્યું છે
રીપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી