આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.