જૂનાગઢ થી મુંબઈ લાલબાગ વિઘ્નહર્તા ગણેશજીના દર્શન માટેની પદયાત્રા પૂર્ણ કરી પરત આવેલ શ્રી સમીર દતાણીનું જૂનાગઢમાં ભવ્યાતિ ભવ્ય સન્માન કરી બિરદાવવામાં આવ્યા.
12/09/2022
સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢના રાષ્ટ્રપ્રેમી " શ્રી સમીરભાઈ દતાણી" કોરોના મહામારી સમયે વિશ્ર્વ કલ્યાણ અર્થે જૂનાગઢ થી મુંબઈ ચાલીને જવાની અને લાલબાગ વિઘ્નહર્તા ગણેશજીના દર્શન કરવા માટેની એક માનતા રાખી હતી. જે મુજબ કોરોના મહામારી પર નિયંત્રણ આવતા આ પદયાત્રા પૂર્ણ કરી તેઓ માનતા પૂર્ણ કરી જૂનાગઢ પરત આવતાની સાથે જ જૂનાગઢની અનેક સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ પરિવારના સભ્યો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત, સન્માન લોહાણા મહાજન વાડી, ગિરનાર રોડ, જૂનાગઢ ખાતે તા.૧૧/૯/૨૨ રવિવારના રોજ સાંજે ૭.૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માતૃશ્રી દમયંતીબહેન દ્વારા કુમકુમ તિલક કરી શ્રી સમીરભાઈને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને પિતાશ્રી જગદીશભાઈ તેમજ દાદીમાં જસવંતીબહેન દ્વારા સાલ ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા હતા જ્યારે પુત્રી દેવાંશી અને પુત્ર અંશ દ્વારા શ્રી સમીરભાઈના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ધર્મપત્ની વિભૂતિબહેન દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દતાણી પરીવારનાં વડીલો તેમજ પરિવારના સભ્યો દ્વારા શ્રી સમીરભાઈ દ્વારા થયેલ આ કાર્યને બિરદાવ્યું હતું.
ખાસ આ પ્રસંગે ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢનાં સભ્યો, પ્રાંત મંડળના શ્રી ભુપતભાઈ ગોવાણી, અખીલ ભારતીય સહ સત્સંગ સંયોજકના દાદા વૈદ્યજી, ભવનાથ ક્ષેત્રનાં સંતશ્રી અરજણગીરીબાપુ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના શ્રી પરબતભાઇ નાઘેરા, જુનાગઢ જીલ્લા શૈક્ષીક સંઘનાં શ્રી સુરેશભાઈ ખુમાણ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના શ્રી હમીરભાઈ સિંધવ, માળિયા તાલુકા શૈક્ષીક સંઘનાં શ્રી જયદીપભાઈ ડોડીયા અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા શિક્ષણ તાલિમ ભવન, સોમનાથ ગિરનાં પ્રાચાર્ય શ્રી પંપાણીયા સાહેબ, સૌરાષ્ટ ગ્રામીણ બેંકના મેનેજરશ્રી પબારી સાહેબ તેમજ વિષેશ ઉપસ્થીત લોહાણા મહાજનનાંશ્રી પંકજભાઈ ભટેચા તેમજ રઘુવંશી કર્મચારી મંડળ જૂનાગઢના સભ્યો તેમજ હરીઓમ ગ્રુપનાં સભ્યો, બાબા મિત્ર મંડળનાં સભ્યો, બાપા સીતારામ ગ્રુપ, ઉપરકોટ યુવક મંડળ , વણઝારી ચોક મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ શ્રી સમીરભાઈની રાષ્ટ્ર ભાવના અને લોકોની આરોગ્ય સુખાકારી માટે કરેલી માનતાને પુર્ણ કરવા બદલ ફૂલહાર પહેરાવી, સાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ખાસ આ પ્રસંગે મિત્ર મંડળ, પરીવારજનો અને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, દતાણી પરિવારની વર્ષોથી સમાજ સેવાની પરંપર સમીરભાઈ દ્વારા જાળવી રાખવામાં પણ આવી રહી છે, શ્રી સમીરભાઈના પિતાશ્રી બાબા મિત્ર મંડળ-જૂનાગઢ સાથે જોડાયેલ છે અને ગરીબ લોકો માટે અન્ન વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો તેમના સ્વર્ગીય કાકાશ્રી મહેશભાઈ દતાણી પણ શ્રીનાથજી પૂનમ ગ્રુપ દ્વારા ધાર્મિક યાત્રા પ્રવાસ અને નાથદ્વારામાં ભોજન વ્યવસ્થા કરી સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા. કહેવાય છે કે સંસ્કાર એ વારસાઈ ભેટ હોય છે તેમ આજ શ્રી સમીરભાઈ પણ અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી સમાજ સેવાનો વારસો રહ્યા છે. તેઓએ કોરોના કાળમાં પણ કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિઓના ઘરે ઘરે જઈને ભોજન પહોંચાડવાની પણ ઉતમ વ્યવસ્થા કરી હતી. જૂનાગઢમાં ઉનાળાની કાળઝાળ ગરમી ગાયને રાહત મળે તે માટે ગોળનું સરબત બનાવી પીવડાવવાની કામગિરી કરતા હતા. કોરોના માંથી સમાજ મુક્ત થાય તેવી તો જૂનાગઢ થી મુંબઈ લાલબાગ વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ મેળવવા પદયાત્રા કરવાની માનતા પણ પુર્ણ કરી જૂનાગઢનું ખરેખર ગર્વ વધાર્યું છે જેમની મુંબઈ લાલબાગ વિઘ્નહર્તા ગણેશજી ટ્રસ્ટ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. અને તેમના આ કાર્ય લઇને સૌ મિત્રો, શુભેચ્છકો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
આ કાર્યક્રમમાં પરિવાર દ્વારા આવેલ તમામ મહેમાનો માટે ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.