મોરબી મધ્યે કોરોના દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત ભવ્ય પોથીયાત્રા યોજાઈ
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા અનેરું આયોજન સામાકાંઠાથી શનાળા ગામ સુધી ભવ્ય પોથીયાત્રા, ઠેર ઠેર સ્વાગતબ સાથે યાત્રા ને વધાવી લેવાઈ
મોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષાર્થે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરીવાર દ્વારા તા. ૧૨ થી તા. ૧૮ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે જે ભાગવત સપ્તાહ આજે ભવ્ય પોથીયાત્રા-શોભાયાત્રા યોજવામાં આવી હતી
જે શોભાયાત્રા-પોથીયાત્રા ઉમિયા માતાજી મંદિર, ઉમા ટાઉનશીપ મોરબી ખાતેથી શુભારંભ કરાઈ જે પોથીયાત્રા શહેરના સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વીસી ફાટક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, વસંત પ્લોટ, રામ ચોક, જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ, સરદાર પટેલ પ્રતિમા, બાપા સીતારામ ચોક, સ્વાગત હોલ, રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ફરીને શક્તિ માતાજી મંદિર શકત શનાળા થઈને પટેલ સમાજ વાડી પહોંચી હતી પોથીયાત્રાનું સામાકાંઠા, નગર દરવાજા ચોક, વસંત પ્લોટ, બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓએ પોથીયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પોથી પૂજન કરવામાં આવ્યું હતું
પોથીયાત્રામાં રથ તેમજ ઘોડા અને ગાડીનો કાફલો જોડાયો હતો અને ભવ્ય પોથીયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને પોથીના દર્શન કર્યા હતા