ભુજ, અરજીના આધારે હાથ ધરાયેલી તપાસમાં પોલીસને શંકાસ્પદ જણાયેલી મુળ અમદાવાદની અને હાલે ભુજમાં રહેતી પ્રૌઢ વયની મહિલા નબીના શ્રીઆમલેન્દુ નાગ દ્વારા ફરજ ઉપરની મહિલા પોલીસ કર્મચારી સાથે હાથાપાઇ અને હુમલા સહિતની હરકતો સાથે ફરજમાં રૂકાવટ સહિતના બનાવોને અંજામ અપાતા આ સમગ્ર પ્રકરણ ગંભીર બન્યું છે. મહિલાના ઘરમાંથી પોલીસને કેટલાક દસ્તાવેજો, લેપટોપ, મોબાઇલ અને ડાયરી સહિતની માલસામગ્રી મળી આવી છે. ગઇકાલે શનિવારે બની ગયેલા આ સમગ્ર ઘટનાક્રમ બાદ બનાવ બાબતે ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સ્મિતાકુમારી દિનેશભાઇ ગાલોરીયા દ્વારા ભુજમાં ભાનુશાલી નગર સ્થિત સપના એપાર્ટમેન્ટમાં રહેતી મુળ અમદાવાદ થલતેજની નબીના નાગ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકીને આપેલી માહિતી અનુસાર આરોપી મહિલા નબીના સામે થયેલી અરજીના અન્વયે પોલીસદળના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરાયેલી તપાસ અને તે અંતગર્ત પૂછતાછ અને નિવેદન સહિતની કાર્યવાહી દરમ્યાન આ સમગ્ર કિસ્સો બન્યો હતો. આરોપી મહિલાએ પહેલા પોલીસ પાસેથી નોટિસ લેવાની ના પાડવા સાથે માથાકુટ કરી હતી. તો બાદમાં ઘરની તલાશી લેવામાં પણ અડચણો સર્જી હતી. આ પછી મહિલા કોન્સ્ટેબલ ઉપર હુમલા સહિતના બનાવોને તેણે અંજામ આપ્યો હતો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं