નિરોણા પૂર્વ બન્નીમાં છેલ્લા કેટલાક સમયથી મેલેરિયાની બીમારીએ માથું ઊંચકતા માલધારી વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. પંથકના ગોરેવાલી આ. કેન્દ્રમાં યોગ્ય સારવારના અભાવે દર્દીઓને ન છૂટકે ખાગની ડોક્ટરો પાસે જવું પડે છે.ચાલુ ચોમાસા દરમ્યાન થયેલા ભારે વરસાદને લઈને પંથકમાં ઠેર-ઠેર પાલર પાણી ભરાયેલાં છે. જેને લીધે છેલ્લા કેટલાક સયમથી મચ્છરોના ઉપદ્રવ વધ્યા પછી મેલેરિયાની બીમારીમાં મોટો ઉછાળો આવ્યો છે. ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં હાલ દરરોજ 100થી પણ વધુ દર્દીઓ નોંધાય છે, પરંતુ યોગ્ય સારવારના અભાવે આવા દર્દીઓને ફરક ન પડતાં ન છૂટકે ફી ભરી ખાનગી ડોક્ટરો પાસે સારવાર માટે મજબૂર બન્યા છે. તેવી ફરિયાદ ગામના ઉપસરપંચ અમીરઅલી મુતવાએ કરી છે. તેમના કહેવા પ્રમાણે પશ્ચિમ બન્નીમાં પાણીના ભારે ભરાવના કારણે ભગાડિયા, સેરવા, સરાડા, બુરકલ, લુણા સહિતના ગામોમાંથી માલધારીઓ હિજરત કરી ગોરેવાલી આસપાસના વિસ્તારમાં પડાવ નાખ્યા છે. આ પરિવારોને પીવાનાં પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોઈ ન છૂટકે આસપાસ ભરાયેલા દૂષિત પાણીનો ઉપયોગ કરે છે. જેને લઈને પાણીજન્ય રોગોનો પ્રમાણ વધ્યો છે. આવા દર્દીઓ ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં ગયા પછી કોઈ પણના પરિક્ષણ વગર એક-બે દિવસની ગોળી આપતા મેલેરિયા કાબૂમાં આવતો નથી. જેને લીધે લોકો ન છૂટકે હોડકો સ્થિત ખાનગી દવાખાનામાં પૈસા ખર્ચી સારવાર કરાવવી પડે છે. કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર આ પ્રા.આ. કેન્દ્રની હાલની આરોગ્ય સેવા કથળી હોવાનું જણાવ્યું હતું