શ્રી કપડવંજ દશા પોરવાડ જ્ઞાતિના વતની અને મુંબઈ સ્થિત રજનીકાંતભાઈ પરીખ ના સૌજન્યથી કપડવંજ ટાઉનહોલમાં પરમ પ્રમાણ દર્શન તથા નિર પ્રજ્ઞા ટ્રસ્ટ મુંબઈ દ્વારા આયોજિત ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞ તેમજ ફ્રી મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પધારેલા પ્રવક્તા પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતીજીએ શ્રીમદ ભગવદ ગીતા પ્રવેશ માં દર્શાવેલ કર્મોને સાધના બનાવવાની કળા ઉપર મનનીય પ્રવચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જેના વ્યવહારમાં સાધના નથી તેનું કોઈ પણ સાધના વડે કલ્યાણ થઇ શકતું નથી મનુષ્ય ધર્મમાં વિવિધ ઈર્ષા યુક્ત હરીફાઈ હોવી અનિવાર્ય છે પરંતુ તે શાસ્ત્રોકત માન્ય હોય તે જરૂરી છે
આપણે સૌએ પશુ જીવન જીવવાનું નથી પરંતુ માનવ જીવન જીવવાનું છે અને તે માટે શ્રીમદ ભગવદ્ ગીતા જ આધુનિક સમયમાં આશાનું કિરણ છે કારણ કે આપણને સૌને જીવન નિર્વાહના કર્તવ્યોને જ સાધનામાં પરિવર્તિત કરવાની કળા શીખવે છે.
આ ઉપરાંત પૂજ્ય સ્વામીજીએ શ્રેય અને પ્રેયનો ભેદ સમજાવ્યો હતો આ પ્રસંગે ફ્રી મેડિકલ કેમ્પનું ઉદઘાટન સ્વામી નિજાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
કે જેમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હિતેશ પરીખ ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રીતિ પરીખ અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર શૈલેષ પરીખ દ્વારા 150 ઉપર દર્દીઓને તપાસવામાં આવ્યા હતા
કે જેમાં શ્રી મોટા હનુમાન સેવા મંડળ ના સંજયભાઈ ખમણ વાળા તથા નુહૂષ પટેલ અને અન્ય કાર્યકરોએ તેમજ સહયોગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપવામાં આવ્યો હતો કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ મોનિકાબેન વી પટેલ ગોપાલભાઈ ખમણવાળા નરેશા શાહ નિલેશભાઈ પટેલ નૂહુશ પટેલ સુરેશ પારેખ નરેન્દ્ર પટેલ તથા પોરવાડ મિત્ર મંડળના હોદ્દેદારો કીર્તન પરીખ રમેશ દેસાઈ ધર્મેશ પરીખ હરીશ દેસાઈ કલ્પેશ દેસાઈ અને મહિલા મંડળના સર્વે હોદ્દેદારો જયશ્રી દેસાઈ ભક્તિબેન પરીખ ચારૂબેન દેસાઈ શીલાબેન પરીખ વગેરે દ્વારા પૂજ્ય સ્વામીજી નિજાનંદ સરસ્વતીજી અને શ્રી રજનીકાંતભાઈ પરીખનું શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય સ્વામીજીના અનુયાયીઓ વિજય મહેતા અને કમલ ભટ્ટ તેમજ ઈડરથી પધારેલા સત્સંગીઓએ પણ આ જ્ઞાનયજ્ઞનોલાભ લીધો હતો આ પ્રસંગે શ્રીમતી નિકી વૈભવ દ્વારા અધરમ મધુરમ થીમ ઉપર આરંગેત્રમ રજૂ કર્યું હતું તેમજ પારસ ભટ્ટ અને કલાકારો દ્વારા જીગર સાઉન્ડ ની ધ્વનિ વ્યવસ્થા ઉપર ભજન સંધ્યા નો કાર્યક્રમ રજૂ કર્યા હતો. ઇરફાન મલેક