તા .૨૪ / ૧૦/૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા લુંટના ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય , અમરેલી પોલીસ અધીક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા નાઓએ અમરેલી જીલ્લામા બનતા લુંટના ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપવામા આવેલ જે સુચના તથા માર્ગદર્શન અન્વયે ગઇ તારીખ ૨૩/ ૧૦ /૨૦૨૨ ના સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામા સાવરકુંડલા રૂરલ પોસ્ટની હદમાં સીમરણ ગામથી આગળ શેલ નદીના પુલ ઉપર કોઇ બે અજાણ્યા ઇસમોએ ફરીયાદીને વોક્સવેગન ફોર વ્હીલ કાર લૂંટ કરી નાસી ગયેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ મારફતે જીલ્લામાં નાકાબંધી કરતા આ કામના આરોપી વંડા પોસ્ટે વિસ્તારમા પકડાઇ ગયેલ જે અન્વયે દાખલ થયેલ સાવરકુંડલા રૂરલ પોસ્ટે એ-પાર્ટ ગુનઃ ૧૧૧૯૩૦૫૩૨૨૦૬૨૬૨૦૨૨ ઇપીકો કલમ ૩૯૪,૩૨૩,૫૦૪,૫,૬૨,૧૧૪ મુજબના ગુન્હાના કામે આરોપીઓ તથા લુંટમા ગયેલ મુદ્દામાલ ગણતરીની કલાકોમાં જ પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી -રીતેશભાઇ વિહાભાઇ ખટાણા ઉં .વ .૨૨ ધંધો - સીલાઇ કામ રહે.હીરાબાગ સર્કલ , લક્ષ્મી હોટેલની પાછળ કાપોદ્રા સુરત મુળગામ ઘોબા, તા.સાવરકુંડલા જી.અમરેલી (ચેતનભાઇ પરસોત્તમભાઈ બારૈયા ઉ.વ .૨૩ ધંધો. ફોટોગ્રાફી રહે.લીખાળા, તા. સાવરકુંડલા, જી.અમરેલી, આ કામગીરી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પો.ઇન્સ આર.એન.વિરાણી તથા પો.સબ.ઇન્સ જી.એમ જાડેજા તથા વંડા પો.સબ.ઇન્સ એચ.એસ.સેગલીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.