વઢવાણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનાં આંટાફેરા વધી ગયા છ. ફુલગ્રામમાં દીપડાએ નીલગાય, ભુંડનાં મારણ કરતા ખડૂતો ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.વઢવાણ તાલુકાનાં રામપરા, નાવિયાણી, નડાળા, સહિતનાં ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાએ દેખા દેતા ખેડુતો અને ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ હતી. ત્યારે રવિવારે વઢવાણ તાલુકાનાં જ ફુલગ્રામમાં આવી ચડેલા દીપડાએ એક નીલગાય, બે ભુંડ અને એક શ્ર્વાનનું મારણ કરતા ગ્રામજનો, ખેડુતોમાં અરેરાટી સાથે ફફડાટનો માહોલ સર્જાયો છે. એકબાજુ વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. બીજી બાજુ વઢવાણ તાલુકાના ગામડાઓમાં દીપડાનાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે રોજમદારો અને આર.એફ.ઓ. દ્વારા હાલ દીપડાના સગડ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.